અમદાવાદ એરપોર્ટ પર સોમવારે સાંજે ખાનગી ઓનલાઈન ટેક્સીના 1000થી 1500 ડ્રાઈવર હડતાળ પર ઉતરી જતા પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ પરથી પેસેન્જરને કેબ ન મળતા તેઓ અટવાઈ પડ્યા હતા અને નાછૂટકે રીક્ષાઓ અને પ્રીપેડ ટેક્સીનો સહારો લેવો પડ્યો હતો. વરસાદમાં પેસેન્જરો પાસેથી મોં માગ્યું ભાડું વસૂલ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર 500થી વધુ ટેક્સીઓ પ્રાઈવેટ પાસિંગમાં (વ્હાઇટ નંબર પ્લેટ) ફરે છે જેમાં તેમને બોર્ડર સહિત ટોલટેક્સ સહિત ઇન્સ્યોરન્સમાં ઘણો ફાયદો થાય છે પરંતુ આ કારમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ના હોવાથી અકસ્માત થાય તો પેસેન્જરોની સુરક્ષા અને સલામતી પણ જોખમમાં મુકાય છે જેથી આ પ્રકારની ટેક્સી બંધ કરવા ઓલા-ઉબર ટેક્સી ચાલકોએ મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમને કમિશન પેટે અપાતા ચાર્જીસ વધારી આપવા જોઇએ. હાલ તો ઓલાના મેનેજમેન્ટે તેના ટેક્સીચાલકોને ચાર્જીસ વધારી દેવા ખાતરી આપી છે.


