અમદાવાદ એરપોર્ટ પર માત્ર પાંચ સેકન્ડમાં સિક્યુરિટી ચેક

Wednesday 07th August 2019 06:33 EDT
 

અમદાવાદઃ સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસીના ચેક માટે સીઆઈએસએફ સિક્યોરિટી એરિયામાં મેટલ ડિટેક્ટરના બદલે બોડી સ્કેનર મશીન મુકાશે. જેથી પહેલા ૧૫થી ૧૮ સેકન્ડ એક પેસેન્જર પાછળ થતી તે હવે ૫ સેકેન્ડ થશે. હાલમાં પ્રવાસીએ સિક્યોરિટીમાં ચેકમાં મોબાઇલ, પાકીટ, લેડીઝ પર્સ કે બીજી વસ્તુઓ કાઢી નાંખવી પડે છે. બાદ મહિલા અને પુરુષ તેમજ બાળકોનું ફિઝિકલ ચેકિંગ કરાય છે. આ સિસ્ટમથી પેસેન્જર અકળાયછે આવી સમસ્યા ન થાય તે માટે એરપોર્ટ ઓથોરિટીએ ૩ સ્થાનિક, ૫ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બોડી સ્કેનર મશીન મૂકવાનું નક્કી કર્યું છે. નવા બોડી સ્કેનર મશીન લગાવ્યા બાદ પેસેન્જરો કોઈ પણ ચીજવસ્તુ કાઢવી પડશે નહિ. સ્કેનરમાં પેસેન્જર આવી જાય પછી તેની પાસે કંઇ પણ શંકાસ્પદ હશે તો સ્કેનર સાથે લિંક કમ્પ્યુટરમાં તેની ઇમેજ  દેખાશે. મેટલ કે નોન મેટલ વસ્તુ હશે પણ પકડાઈ જશે. શંકાસ્પદ જણાશે તો અલગ રીતે તપાસ કરાશે. જ્યારે વ્હીલ ચેર પેસેન્જરોને મેટલ ડિટેકટરથી ચેકિંગ કરીને જવા દેવાશે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોજના ૩૦ હજારથી વધુ પેસેન્જરોની અવરજવર થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter