અમદાવાદ એરપોર્ટ પર ૧૧ ટકા પ્રવાસીઓ વધ્યા

Tuesday 14th July 2015 13:18 EDT
 
 

અમદાવાદઃ શહેરના એરપોર્ટ પર હવાઇ મુસાફરોની સંખ્યા વધી રહી છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન રેકોર્ડ ૫૦ લાખ પ્રવાસીઓની અવરજવર સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે નોંધાઈ હતી. અમદાવાદ એરપોર્ટ ખાતે આ સમય દરમિયાન પ્રવાસીઓની સૌથી વધુ અવરજવર થઇ છે.

આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં અમદાવાદ એરપોર્ટ ખાતે ૫૦.૫૦ લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી. જેમાં ૩૮.૩૪ લાખ ડોમેસ્ટિક અને ૧૨.૧૫ લાખ ઈન્ટરનેશનલ મુસાફરોનો સમાવેશ થતો હતો. જ્યારે ૨૦૧૩-૧૪ના નાણાંકીય વર્ષમાં ૪૫.૬૫ લાખ હવાઇ મુસાફરો અમદાવાદ ખાતે નોંધાયા હતા. આમ, એક નાણાંકીય વર્ષમાં અમદાવાદ એરપોર્ટ ખાતે મુસાફરો સંખ્યામાં ૧૦.૭ ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદ એરપોર્ટમાં દર મહિને સરેરાશ ચાર લાખ મુસાફરો નોંધાયા છે તેમ પણ કહી શકાય. સૂત્રો કહે છે કે, જૂન-૨૦૧૫ સુધીના આંકડા મુજબ અમદાવાદ એરપોર્ટ ખાતે મુસાફરોની અવરજવરનો સંખ્યા વર્ષના અંત સુધઈમાં ૬૦ લાખ પર પહોંચી શકે છે. માર્ચ-૨૦૧૫માં જ ૩.૪૨ લાખ ડોમેસ્ટિક ૧.૧૦ લાખ ઈન્ટરનેશનલ એમ કુલ ૪.૫૨ લાખ મુસાફરો અહીં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter