અમદાવાદ એરપોર્ટ પરથી બે માસમાં રૂ. ૧૨ કરોડનું દાણચોરીનું સોનું જપ્ત

Wednesday 12th June 2019 06:19 EDT
 

અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચાલુ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં રૂ. ૧૨.૦૮ કરોડનું દાણચોરીનું સોનું પકડાયું છે. અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીનું સોનું લાવવાના ૩૨ કેસ નોંધાયા છે અને ૪૧ કિલો સોનું જપ્ત કરાયું છે. ૨૦૧૮-૧૯ના વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીથી સોનું લાવવાના ૧૧૬ કેસ નોંધાયા હતા અને રૂ. ૨૧.૮૫ કરોડનું ૬૨ કિલો સોનું જપ્ત કરાયું હતું. અનેક કારણોસર ભારતમાં સોનાની ડિમાન્ડ વધુ જોવા મળે છે અને તેના કારણે વિવિધ પ્રકારની અને નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવીને સોનાની દાણચોરી થતી હોય છે. ચાલુ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં એટલે કે ફક્ત બે મહિનામાં જ સોનાની દાણચોરીના ૩૨ કેસ નોંધાયા છે. દાણચોરીથી સોનું લાવવાના કેસમાં ૧૩ જણાની ધરપકડ કરાઈ છે અને રૂ. ૧૨.૦૮ કરોડનું ૪૧ કિલો સોનું જપ્ત કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter