અમદાવાદ એરપોર્ટમાં મુસાફરોને ઊંઘવા માટે ઝીરો ગ્રેવિટીવાળા ‘નેપિંગ પોડ્સ’

Friday 13th August 2021 04:43 EDT
 
 

અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે હવે ઊંઘવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે મુસાફરો માટે ખાસ ‘નેપિંગ પોડ્સ’ બનાવવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ સ્માર્ટ નેપિંગ પોડ્સ ઝીરો ગ્રેવિટી (ગુરુત્વાકર્ષણ) ધરાવે છે. આ નેપિંગ પોડ્સ દ્વારા ૨૦ મિનિટ સુધી ઊંઘ લઈ શકાશે. ૨૦ મિનિટના આ સમયગાળામાં નેપિંગ પોડ્સથી બોડી મસાજ પણ મળશે અને ઓક્સિજન થેરાપી પણ આપવામાં આવશે. દિવસ દરમિયાન ૨૦ મિનિટથી ઊંઘથી શરીરમાં એક નવી ઊર્જા આવે છે. આ નેપિંગ પોડ્સનો મુખ્ય હેતુ પાવર નેપ મળે તેનો છે. ૨૦ મિનિટની આ ઊંઘ દરમિયાન આ નેપિંગ પોડ્સથી ૭૫ ટકા ચોખ્ખું ઓક્સિજન બહાર નીકળે તેવી પણ વ્યવસ્થા છે. મુસાફરોને ફ્લાઈટના સમયને વાર હોય અને થાક ઉતારવો હોય તો તેના માટે આ નેપિંગ પોડ્સ મૂકવામાં આવેલા છે. આ નેપિંગ પોડનું વજન ૨૫૦ કિલોગ્રામ છે અને તેની સાઈઝ ૮ બાય ૪ ફૂટની છે. ડિઝાઈન એવી તૈયાર કરાઈ છે કે શરીરને આરામદાયક ઊંઘ મળી રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter