અમદાવાદ ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસો.એ એન-૯૯ માસ્કનું કાપડ બનાવ્યું

Tuesday 21st April 2020 13:45 EDT
 

અમદાવાદઃ કોરોના વાઈરસના રોગચાળાને અટકાવવા માટે મેડિકલ ક્ષેત્રે અનેકવિધ પ્રયોગો થઈ રહ્યાં છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા રસીઓ અને દવાઓની શોધો જારી છે અને શોધાયેલી દવાઓ દેશવિદેશમાં પણ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે હાલમાં કોરોનાની સાવચેતી માટે જરૂરી વસ્તુઓના જથ્થા માટે પણ તકેદારી અને તૈયારી થાય છે. હાલમાં માસ્કનો ઉપયોગ વધ્યો છે અને તેની માગમાં પણ વધારો થયો છે. જેથી અમદાવાદ ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન (ATIRA) અને ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના સંયુક્ત ઉપક્રમે એન ૯૯ માસ્કનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. માપદંડ અનુસાર ઉત્પાદન કરાઈ રહેલા એન૯૯ માસ્ક ૧૦૦ ટકા ફિલ્ટરેશન કેપેસિટી ધરાવે છે.
કોટેડ ફાઈબરના ઉપયોગથી એન ૯૯ માસ્કનું ફિલ્ટર લેયર તૈયાર કરાય છે. આ માસ્કમાં પાંચ લેયર હોય છે. જેમાં ૩ સામાન્ય લેયરની વચ્ચે ૨ ફિલ્ટર લેયર હોય છે. ૧૦૦ ટકા (૯૯.૯૯ ટકા) ફિલ્ટરેશન કેપેસિટી ધરાવતા એન૯૯ માસ્ક અન્ય માસ્કની તુલનાએ શ્રેષ્ઠ માસ્ક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter