અમદાવાદઃ કેન્દ્ર સરકારની ખોટ ખાતી એરલાઇન્સ એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન થઇને નેવાર્ક જતી ફ્લાઇટ ૧૬ નવેમ્બરથી બંધ કરાઈ રહી છે. આ સાથે ૧૬ નવેમ્બરે બેંગલુરુથી લંડનની નવી ફ્લાઇટ શરૂ થઇ રહી છે. ૧૫ ઓગસ્ટ-૧૬ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા બાદ અમદાવાદથી નેવાર્ક સીધા જઇ શકાય તે માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ કરાઇ હતી. આ ફ્લાઇટ માંડ બે વર્ષ ઓપરેટ કરાયા બાદ તેને માત્ર અમદાવાદથી લંડન સુધી જ લઇ જવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી અમદાવાદથી નેવાર્ક જનારા પેસેન્જરો પૈકી ૧૦૦ પેસેન્જરોનો ઘટાડો થશે.
વડા પ્રધાનની જાહેરાત બાદ બે વર્ષથી ઓપરેટ થઇ રહેલી એર ઇન્ડિયાની અમદાવાદ-લંડન અને નેવાર્કની ફ્લાઇટમાં ૨૩૮ ઇકોનોમિક પેસેન્જર અને ૧૮ બિઝનેસ ક્લાસ પેસેન્જરો મળીને કુલ ૨૫૬ પેસેન્જરો અમદાવાદથી જતા હતા. આ ફ્લાઇટ વીકમાં સોમવાર, બુધવાર અને શુક્રવારે આપરેટ કરાતી હતી. તેના બદલે હવે ૧૬મી નવેમ્બર, ૨૦૧૮થી અમદાવાદથી માત્ર લંડન સુધી જ ઓપરેટ થશે. એક અહેવાલ અનુસાર મુંબઇથી નેવાર્કની ફ્લાઇટ જે ઓપરેટ થઇ રહી છે તેમાં મુબઇથી જનારા પેસેન્જરોની સંખ્યા ઓછી છે અને તે ૧૭૦ પેસેન્જરોની કેપેસિટીવાળુ એરક્રાફ્ટ છે જ્યારે અમદાવાદથી લંડન થઇને નેવાર્ક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડ્રીમલાઇનર હતી. આમ ૧૦૦ પેસેન્જરોનો ઘટાડો નોંધાશે જેનો ફાયદો નેવાર્ક જતી બીજા એરલાઇન્સ કંપનીઓને થઇ
શકે છે.


