નવી દિલ્હી: ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની મસમોટી વાતો વચ્ચે ગુજરાતનો ક્રમ ગબડ્યો છે જ્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાર પાડવામાં ધાંધિયા બહાર આવ્યાં છે. એક અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટ તેની નિયત સમયમર્યાદા કરતાં હજુ વધુ પાંચ વર્ષ મોડો પૂરો થાય તેવી શક્યતા છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે વિદેશથી રોકાણકારોને બોલાવાઈ રહ્યાં છે ત્યારે એવો પ્રોજેક્ટ કે જેમાં સરકાર જ ફાઈનલ નિર્ણયકર્તા ઓથોરિટી છે અને શક્ય એટલી ઝડપે તે પાર પાડી શકે તેવી સ્થિતિમાં હોવા છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડચકાં ખાઈ રહ્યો છે.