અમદાવાદ: અમદાવાદ રેન્જ આઇજી કે. જી. ભાટીનું રવિવારે હ્રદયરોગના કારણે અવસાન થયું હતું. ૧૯૯૯ની બેચના આઇપીએસ કેસરીસિંહ ભાટીની તબિયત લથડતાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કે. જી. ભાટીએ વડોદરાના સંયુક્ત પોલીસ કમિશનર, ટ્રાફિક અને ક્રાઇમ બ્રાંચમાં ફરજ નિભાવી હતી. થોડા વર્ષો પહેલાં ફરજ દરમિયાન ડી. જી કક્ષાના એક અધિકારીના નિધન બાદ કે. જી. ભાટીનું પણ ચાલુ ફરજે નિધન થયું છે.

