અમદાવાદ સહિતનાં શહેરો માટે એઆઈની ‘રેડ આઈ’ ફ્લાઇટ

Thursday 15th November 2018 11:10 EST
 

અમદાવાદઃ પેસેન્જરોને સસ્તી વિમાની સેવા મળી રહે તે માટે એરઇન્ડિયા અમદાવાદ સહિત અન્ય શહેરો વચ્ચે રેડ આઈ ફ્લાઇટ શરૂ કરશે. ૩૦ નવેમ્બરથી શરૂ થનારી આ રેડ આઈ ફ્લાઇટ્સ ફક્ત રાત્રે જ સેવા આપસે અને તેમાં અન્ય ફ્લાઇટની સરખામણીમાં ભાડું ઓછું રહેશે.

આ ફ્લાઇટ્સ રાતના સમયે ઓપરેટ થતી હોવાથી પેસેન્જરોને પણ એરપોર્ટ પહોંચવામાં ટ્રાફિકથી મુક્તિ મળતા સમય બચશે. એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે, પેસેન્જરોને સસ્તી વિમાન સેવા મળી રહે તે માટે ૩૦ નવેમ્બરથી રેડ આઇ પ્લાઇટ્સ શરૂ કરાશે. પશ્ચિમી દેશોમાં ખૂબ જ પ્રચલિત રેડ આઇ ફ્લાઇટનાં ભાડાં સામાન્ય ફ્લાઇટનાં ભાડાં કરતાં ઓછા હશે. આ તમામ ફ્લાઇટ્સ બે શહેરો વચ્ચે રાત્રે જ ઓપરેટ થશે.

પ્રથમ તબક્કે એરઇન્ડિયા દ્વારા અમદાવાદથી બેંગલુરુ ઉપરાંત દિલ્હી-ગોવા અને દિલ્હી-કોયમ્બતુર વચ્ચે શરૂ કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter