અમદાવાદઃ અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વધારો થઇ રહ્યો છે. ટૂંક સમયમાં જ અહિથી કુવૈતની નવી ફલાઇટ શરૂ થઇ રહી છે. કુવૈત એરવેઝે થોડા સમય પહેલાં પેસેન્જર ટ્રાફિક સરવે કરાવ્યા પછી આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. આ વર્ષે સપ્ટેમ્બરના અંત સુધીમાં ફ્લાઇટ શરૂ થવાની સંભાવના છે.
અત્યારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વાર્ષિક ૫૦ લાખ પ્રવાસીઓની અવરજવર રહે છે. અહીંથી ૧૧ આંતરરાષ્ટ્રીય ફલાઇટ ઓપરેટ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એર ઇન્ડિયાએ કુવૈતની ફલાઇટ બંધ કરી હતી.