અમદાવાદથી બેંગકોક ડાયરેક્ટ ફ્લાઈટનો પ્રારંભ

Friday 19th April 2019 07:46 EDT
 
 

અમદાવાદઃ અમદાવાદથી થાઇલેન્ડના પાટનગર બેંગકોક માટે એર એશિયાએ નોન સ્ટોપ ફ્લાઇટની જાહેરાત કરી છે. ૩૧ મેથી શરૂ થનારી આ નવી ફ્લાઇટ સપ્તાહમાં ચાર દિવસ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે જશે. શરૂઆતમાં ૪ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી આ ફ્લાઇટ માટે એર એશિયાએ રૂ. ૪૯૯૯ ઓલ-ઇન-પ્રમોશનલ વનવે ભાડું રાખ્યું છે. જોકે પેસેન્જરે લગેજ અને ફૂડ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
એર એશિયા ઇન્ડિયાના માર્કેટિંગ હેડ રાજકુમાર પરનથમને જણાવ્યું કે, ગુજરાતમાં દર વર્ષે દોઢ લાખથી વધુ લોકો બેંગકોક, પતાયા સહિત થાઇલેન્ડ ફરવા જાય છે. અમદાવાદથી બેંગકોક માટે એર એશિયા દ્વારા ૧૮૦ સીટર એરક્રાફ્ટનો ઉપયોગ કરાશે. આગામી દિવસોમાં અમદાવાદથી ક્વાલાલમ્પુરની ફ્લાઇટ શરૂ થશે.
• એફડી-૧૪૪ બેંગકોક ફ્લાઇટ અમદાવાદથી સાંજે ૭ વાગ્યે ઉપડી રાત્રે ૯.૫૦ પહોંચશે.
• એફડી-૧૪૫ ફ્લાઇટ અમદાવાદથી રાત્રે ૧૦.૨૦એ ઉપડી સવારે ૪.૫૦ કલાકે બેંગકોક પહોંચશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter