અમદાવાદઃ ખાનગી એરલાઇન્સ સ્પાઇસ જેટે અમદાવાદથી હૈદરાબાદ અને પશ્ચિમ બંગાળના બાગડોગરા માટે સીધી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદથી બાગડોગરા માટે સીધી ફ્લાઇટ શરૂ થતા પૂર્વોત્તરના રાજ્યોમાં જતા લોકો હવે ૪ દિવસના બદલે ૪ કલાકમાં પહોંચી જશે. આ બન્ને ફ્લાઇટ ૧૦ જાન્યુઆરીથી શરૂ થશે. ગુજરાતમાં મોટી સંખ્યામાં પૂર્વોત્તર રાજ્યોના લોકો વસે છે. જેમને ત્યાં જવા ટ્રેન દ્વારા ૪થી ૫ દિવસનો સમય લાગે છે. નવી ફ્લાઇટથી પેસેન્જરો ૪થી ૫ કલાકમાં બાગડોગરા પહોંચશે.