ગાંધીનગર: દસક્રોઈ નજીકના લપકામણ ગામના યુવાને ફેફસાંની અસાધ્ય બીમારી હોવાની પત્નીને જાણ કર્યા પછી યુવાન અને તેની પત્નીએ બે બાળકો સહિત ગાંધીનગર નજીક જમિયતપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવીને મોત વહાલું કર્યું હતું. ચારેયના ઊંડા પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયાં હતાં.
યુવાન વિષ્ણુજીએ આપઘાત પહેલાં માતા પિતાને ચિઠ્ઠી લખી હતી કે મેં જીવનની આશા બીમારીના કારણે છોડી દીધી હોવાથી પત્નીને બાળકોને સાચવી લેવા કહ્યું હતું, પરંતુ સંગીતાએ તમારા વગર હું નહીં જીવી શકું તેમ કહેતાં આ નિર્ણય લીધો. વિષ્ણુજીએ તેની રિક્ષા વેચી દેવા અને ઘર અને ચીજ વસ્તુઓમાં તેમનો જીવ નહીં હોવાનું જણાવી વપરાશમાં લેવા લખ્યું હતું.


