અમદાવાદના જાણીતા બિલ્ડર પર આઇટી દરોડાઃ જંગી કરચોરી પકડાવા શક્યતા

Friday 24th March 2023 07:24 EDT
 
 

અમદાવાદઃ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા બેંગ્લોરમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનને પગલે અમદાવામાં જાણીતા બિલ્ડર પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં અદ્યતન હોટલ ધરાવતા અને દ્વારકામાં રીસોર્ટ ધરાવતા અગ્રણી ગ્રુપ પર દરોડાની કાર્યવાહી ચાલે છે. દક્ષિણ ભારતમાં નેટવર્ક ધરાવતા આ ગ્રૂપના બોપલ-આંબલી રોડ પર આવેલા ફ્લેટમાં તપાસ હાથ ધરાઈ રહી હોવાનું જાણવા મળે છે. ચાલુ નાણાંકીય વર્ષ પૂરૂં થવા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા શહેરના જાણીતા બિલ્ડર અને હોટલ તેમજ રીસોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યવસાયી પર પાડવામાં આવેલા દરોડાને પગલે કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આઇટી વિભાગ દ્વારા બેંગ્લોર, ચેન્નાઈ સહિત સ્થળે હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter