અમદાવાદ: સામાન્ય વહીવટી વિભાગના એડિશનલ ચિફ સેક્રેટરી કમલ દાયાણીએ કેટલીક બદલીઓની જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે અમદાવાદના નવા કલેક્ટર તરીકે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના કલેક્ટર સંદીપ જનાર્દનપન્તી સાગલેની નિમણૂક કરાઈ છે. અમદાવાદના અગાઉના કલેક્ટર કે. કે. નિરાલાને ગૃહ વિભાગના વધારાના સચિવ બનાવાયા છે. પાટણના કલેક્ટર તરીકે સેવા આપતા આનંદ બાબુલાલ પટેલની બદલી કરીને તેમને પાલનપુરના કલેક્ટર નિયુક્ત કરાયા છે. અત્યાર સુધી ગાંધીનગરમાં ડાયરેક્ટર એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ સેવા આપી રહેલા સુપ્રીત સિંહ ગુલાટીને પાટણના કલેક્ટર બનાવાયા છે. અત્યાર સુધી ડેપ્યુટેશન પરના આલોક કુમાર પાંડેની સુપ્રીત ગુલાટીને સ્થાને ગાંધીનગરમાં ડાયરેક્ટર એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ તરીકે નિમણૂક કરાઈ છે.