અમદાવાદના પોલીસ કમિશનર એ. કે. સિંઘ NSGના ડેપ્યુટી જનરલ

Wednesday 23rd October 2019 06:52 EDT
 

ગાંધીનગરઃ અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અનુપકુમાર સિંઘની કેન્દ્ર સરકારે નેશનલ સિક્યોરિટી ગાર્ડના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરી છે. કેન્દ્ર સરકારની કેબિનેટ એપોઇન્ટમેન્ટ કમિટીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણને પગલે એ કે સિંઘની નિમણૂક કરી છે. તેઓ ૩૦મી ઓક્ટોબર સુધીમાં નવો ચાર્જ સંભાળે. બીજી તરફ કમિશનર એ કે સિંઘની બદલી થતા તેમના સ્થાને સ્પેશિયલ પોલીસ કમિશનર (ક્રાઇમ) અજય તોમરને ઇન્ચાર્જ પોલીસ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે નવા પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક થશે તેની પણ અટકળો વહેતી થવા લાગી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter