અમદાવાદઃ કોરોના મહામારીએ વર્ષ દરમિયાન આવેલા તમામ તહેવારોની ઉજવણી પર અંકુશ લાદવાની ફરજ પાડી છે, અને આમાંથી ક્રિસમસનું પર્વ પણ બાકાત નથી. અમદાવાદના બે લાખ ખ્રિસ્તી પરિવારોએ શહેરના ૧૦૦ ચર્ચામાં એકત્ર થવાના બદલે ઓનલાઈન માસ પ્રેયર કરીને ક્રિસમસ એટલે કે નાતાલ પર્વની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે.
શહેરના રોમન કેથોલિક, મેથોડિસ્ટ અને પ્રોટેસ્ટન્ટ સહિતની જુદા જુદા પંથ સાથે સંકળાયેલા ખ્રિસ્તી પરિવારો કોરોના ગાઈડલાઈનનું પાલન કરશે. શહેરના ચર્ચમાંથી ફાધરના મેસેજીસ અને નાતાલ સોંગ્સ સોશિયલ મિડિયા પર લાઈવ પ્રસારિત કરાશે. શહેરના અંદાજે બે લાખ ખ્રિસ્તી પરિવારો મેરી ક્રિસમસના અહેસાસ માટે ઓનલાઈન કનેક્ટ થશે.
અમદાવાદમાં રોમન કેથોલિક, પ્રોટેસ્ટન્ટ, મેથોડીસ્ટ, સીએનઆઈ, અલાયન્સ, સાલ્વેસન આર્મી, માર્થોમા એમ અલગ-અલગ પંથને માનતા બે લાખ જેટલા ખ્રિસ્તી પરિવારો રહે છે.

