અમદાવાદની કોર્પોરેશનમાં સામાજિક સમરસતાનું સમીકરણ

Wednesday 20th June 2018 08:08 EDT
 
 

અમદાવાદઃ ભાજપે પાલિકાની નિમણૂકમાં ૨૦૧૯ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમરસ ફોર્મ્યુલા અપનાવી છે. જે અનુસાર, અમદાવાદના મેયર તરીકે પાટીદાર બિજલ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેનપદે અમુલ ભટ્ટ, ડેપ્યુટી મેયર દલિત દિનેશ મકવાણા, પક્ષના નેતા જૈન અમિત શાહ અને દંડક દલિત રાજુ ઠાકોરની નિયુકિત કરી છે. પ્રોરેટા પ્રમાણે મહિલા મેયરનું પદ હોવાથી બિજલ પટેલની નિયુકિત કરાઈ છે. અમદાવાદને આ પાંચમાં મહિલા મેયર મળ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં પણ પંદર સભ્યોના ફોર્મ ભરાવાયા હતા જેમાંથી અમિત શાહ, રશ્મિકાંત શાહ અને રમેશ દેસાઈના ફોર્મ પાછા ખેંચાવાયા હતા. જે હોદ્દારેદોની નિમણૂક થઈ છે તેમાં પશ્ચિમ, નવા પશ્ચિમ ઝોનના ત્રણ હોદ્દેદારોને ટોચનું સ્થાન મળ્યું છે. જયારે ઉત્તર અને દક્ષિણના સભ્યોનો પણ સમાાવેશ કરાયો છે. માત્ર પૂર્વ ઝોનની બાદબાકી કરાઈ છે.
અમિત શાહ પક્ષના નેતા
અગાઉ મેયર અને સ્ટેન્ડિંગના સભ્ય રહી ચૂકયા છે. વાસણાથી ચૂંટાયેલા અમિત શાહ પક્ષમાં આખા બોલાની છાપ ધરાવે છે અને શિસ્તમાં માને છે.
અમૂલ ભટ્ટ સ્ટેન્ડિંગ ચેરમેન
૧૯૮૪-૮૫થી ભાજપ સંગઠન સાથે સંકળાયેલા છે. તેમની છાપ સંગઠનના ચુસ્ત સભ્ય તરીકેની છે. આ ટર્મમાં પહેલીવાર તેમણે મણિનગરથી ચૂંટણી લડી હતી અને પહેલી જ ટર્મમાં ચેરમેન પદ સોંપાયું છે. તેઓ મુખ્ય પ્રધાનની નિકટના હોવાનું મનાય છે.
દિનેશ મકવાણા ડેપ્યુટી મેયર
જ્ઞાતિવાર સમીકરણો સેટ કરવા અને સૌથી સિનિયર દલિત સભ્ય હોવાથી તેમની ડેપ્યુટી મેયર તરીકે નિયુકિત કરાઈ છે. અગાઉ પણ તેઓ ડેપ્યુટી મેયર રહી ચૂકયા છે.
રાજેશ ઠાકોર દંડક
મ્યુનિ.ના ટોચના પાંચ પદોમાં ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ સાચવવા વેજલપુરના રાજેશ ઠાકોરની દંડક તરીકે નિયુકિત કરાઈ છે. રાજેશ ઠાકોર વેજલપુરમાંથી પ્રથમ વખત જ ચૂંટાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter