અમદાવાદ: અમદાવાદની ૨૧ વિધાનસભા બેઠક પરથી ૩૦મી નવેમ્બરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ ૭૯ ઉમેદવારોએ તેમની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. આમ કુલ ૯૩ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા. હવે અમદાવાદમાં સ્પષ્ટ થયેલા ચૂંટણી ચિત્ર મુજબ ૨૧ બેઠકો માટે કુલ ૨૪૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. વિરમગામ બેઠક પર સૌથી વધુ ૨૨ હરીફ ઉમેદવારો છે. જ્યારે દાણીલીમડા બેઠક પર સૌથી ઓછા ૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.


