અમદાવાદનો જીત રાવલ ન્યૂ ઝીલેન્ડની ક્રિકેટ ટીમમાં

Wednesday 15th June 2016 07:07 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતી જીત રાવલનો ન્યૂ ઝીલેન્ડના ટેસ્ટ ક્રિકેટ ટીમમાં સમાવેશ થયો છે. ૨૦૦૪માં પિતા અશોકભાઈ રાવલ સહકુટુંબ ન્યૂ ઝીલેન્ડના ઓકલેન્ડમાં સ્થાયી થયા તે સાથે જ જીતે પણ ન્યૂ ઝીલેન્ડના નાગરિકત્વ સાથે તેની ક્રિકેટ ભૂમિ બનાવી દીધી હતી. તે વખતે જીત રાવલની વય ૧૬ વર્ષની હતી. જીત અમદાવાદમાં હતો ત્યાં સુધી વિદ્યાનગર સ્કૂલમાં ભારતના ક્રિકેટર પાર્થિવ પટેલ જોડે જ અભ્યાસ કરતો અને બંને સ્કૂલ ટુર્નામેન્ટમાં ઓપનિંગમાં ઉતરતા હતા.
જીત ગુજરાત અંડર-૧૫ અને અંડર-૧૬ ટીમ તરફથી પણ રાષ્ટ્રીય એઇજ ગ્રુપ ટુર્નામેન્ટ રમી ચૂક્યો છે. ન્યૂ ઝીલેન્ડમાં સ્થાયી થતાં જ તેણે ત્યાંના ભૂતપૂર્વ ક્રિકેટર અને ગુજરાતી એવા દીપક પટેલને કોચ બનાવી માર્ગદર્શન જારી રાખ્યું. ઘરઆંગણાની પ્લન્કેટ શિલ્ડમાં તે સતત સારો દેખાવ કરતો હતો. તેના રમતની શૈલી રાહુલ દ્રવિડ જેવી હોવાથી તેને ‘ઓકલેન્ડના દ્રવિડ’ કહેવાય છે. જોકે જીત ડાબોડી છે
તેથી ગાંગુલીને તે પોતાનો આદર્શ માને છે. ૨૦૧૫-૧૬ની સિઝનમાં જીતે ૫૫.૭૧ રનની એવરેજથી ૭૦ રન ખડક્યા હોઈ પસંદગી સમિતિને તેને આગામી સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટેની ન્યૂ ઝીલેન્ડની ટીમમાં સમાવેશ કરવાની ફરજ પડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter