અમદાવાદમાં 40 પાક. હિન્દુને ભારતીય નાગરિકત્વ

Wednesday 24th August 2022 05:33 EDT
 

અમદાવાદ: શહેરમાં રહેતા 40 જેટલા પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૃહમંત્રીની હાજરીમાં ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. જેના કારણે વર્ષોથી ‘લોંગ ટર્મ વિઝા’ પર રહેતા આ પરિવારોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે અને ત્યાર બાદ સમયાંતરે, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી સ્થળાંતર કરીને ભારતના વિવિધ રાજ્યોમાં સ્થાયી થયેલા પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે. અમદાવાદમાં કુલ 1,032 પાકિસ્તાની હિન્દુઓને કલેક્ટર દ્વારા નાગરિકતા અપાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter