અમદાવાદઃ ધાર્મિક આસ્થા અને પૂજા કીર્તનને કારણે અમદાવાદ શહેરમાં રાજમાર્ગો અને ફૂટપાથો પર દેવી-દેવતાઓના નાના-મોટા મંદિરોનો રાફડો ફાટયો છે અને તેનો આંકડો ૨૫,૫૦૦થી વધુ હોવાનો એક અંદાજ સેવવામાં આવ્યો છે. પરંતુ એ જાણીને ચોંકી જવાશે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ચોપડે એ મંદિરોનો આંકડો માત્ર ૧૬,૧૮૧ છે અને તે છેલ્લા સાત વર્ષથી એને એજ દર્શાવવામાં આવી રહ્યો છે.

