અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલા ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્ટિટ્યૂટનાં જાણીતા કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. મીતાબહેન માંકડે ૧૦મીએ વસ્ત્રાપુરના અદ્વૈત બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. વસ્ત્રાપુરના સુમેર બંગલોઝમાં તેઓ કાર્ડિયોલોજિસ્ટ - ફિઝિશિયન પતિ ડોક્ટર હેમંત માંકડ, પુત્ર ભાવ અને પુત્રવધૂ સાથે રહેતાં હતાં. મીતાબહેને કયા કારણે આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી, પરંતુ પોલીસને શંકા છે કે મીતાબહેન અને હેમંતભાઈ વચ્ચેના ઘરેલુ કંકાસના કારણે મહિલા તબીબે જીવન ટુંકાવ્યું હોઈ શકે છે.

