અમદાવાદમાં વિકાસ નહીંઃ મનિષ સિસોદિયા

Monday 08th February 2021 14:02 EST
 
 

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયાની આગેવાનીમાં રોડ-શોમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરાં ઉડ્યા હતા. ‘આપ’ દ્વારા અમદાવાદમાં ત્રીજો વિકલ્પ આપવાના પ્રયાસમાં તમામ બેઠકો પર પક્ષ તરફથી ઉમેદવારો ઉભા રખાયાની જાહેરાત થઈ હતી. સિસોદિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ તો કંઈ દેખાતો જ નથી, તેથી અમારો પક્ષ  અમદાવાદમાં સબળ વિકલ્પ બનીને ઉભરી આવશે એવી આશા છે. ભાજપ વિશે તેમણે કહ્યું કે, ભાજપ ૨૫ વર્ષથી સત્તામાં છે છતાં અમદાવાદનો વિકાસ થયો હોય એવું દેખાતું નથી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter