અમદાવાદમાં ૪૮ ડિગ્રીઃ ગરમીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો

Friday 20th May 2016 05:59 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતના મહાનગર અમદાવાદ ઉપરાંત ગાંધીનગર અને ડિસામાં ૨૦ મેના રોજ ગરમીનો પારો ૪૮ ડિગ્રીને સ્પર્શી ગયો હતો. અમદાવાદ શહેરમાં ગરમીએ છેલ્લાં ૧૦૦ વર્ષના મે મહિનાની ગરમીનો રેકર્ડ તોડી નાખ્યો હતો અને ગરમીનો પારો ૪૮ ડિગ્રીને સ્પર્શી ગયો હતો. ૧૦૦ વર્ષ પહેલાં ૨૭મી મે, ૧૯૧૬ના રોજ રેકર્ડ બ્રેક ૪૭.૭ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. ૧૦૦ વર્ષ પછી આ રેકર્ડ તોડીને ૪૮ ડિગ્રી ગરમી નોંધાઈ છે. કાળઝાળ ગરમીથી રાજ્યમાં પાંચના મોત નીપજ્યા છે. જેમાં ગોંડલમાં બે, કલોલમાં એક, વિરમગામમાં એક અને વડોદરામાં એકના મૃત્યુનો સમાવેશ થાય છે.
અમદાવાદ સહિત ગુજરાતમાં મે મહિનાની શરૂઆતથી આકરી ગરમી પડી રહી છે, પણ ગુરુવારે ગરમીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. રાજ્યનાં અમદાવાદ, ડિસા, ઇડર, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના ઉત્તર ગુજરાતનાં શહેરોમાં તો રીતસર આકાશમાંથી અગનવર્ષાનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter