અમદાવાદ: થ્રીડી ઝીબ્રા ક્રોસિંગના પેઈન્ટિંગથી રોડ સેફ્ટી અવેરનેસ ફેલાવતા અમદાવાદના માતા-પુત્રી શકુંતલા પંડ્યા અને સૌમ્યા ઠક્કર પંડ્યાનો થ્રી-ડી ઝીબ્રા ક્રોસિંગ આર્ટ પ્રોજેક્ટ ગ્લોબલી વખણાય છે. થ્રી-ડી આર્ટને પ્રમોટ કરવાના હેતુથી જાપાનના ક્યોટો રેલવે મ્યુઝિયમ દ્વારા તેમના એક એક્ઝિબિશનમાં સૌમ્યા અને શકુંતલાનું એક આર્ટ વર્ક ડિસ્પ્લેમાં મુકાયું હતું. બંને આર્ટિસ્ટને તાજેતરમાં યુએસએના ટેક્સાસમાં આર્ટ સિલેબસમાં એજ્યુકેશનના હેતુને લઈને તેમનું આર્ટ વર્ક પબ્લિશ થશે તેમ કહેવાયું છે. થોડાક સમય પહેલાં એમ્સટર્ડેમમાં ટેડેક્સના વુમન ક્રાર્યક્રમમાં આર્ટ સ્પિચ માટે તેમને આમંત્રણ હતું.
તેમના પેઈન્ટિંગ્સ ઈન્ડોનેશિયામાં નેશનલ જ્યોગ્રાફી પર ઓનલાઈન શેર પણ થયા હતા. સૌમ્યા અને શકુંતલા કહે છે કે, સેફ્ટીને ધ્યાનમાં રાખીને અમારું થ્રી-ડી આર્ટવર્ક જાપાનના ક્યોટો રેલવે મ્યુઝિયમમાં મુકાયું હતું. અમારા કન્સેપ્ટમાં હું એવા પ્લેસ પર થ્રી-ડી ઝીબ્રા ક્રોસિંગ કરવાની ભલામણ કરું છું, જે રોડ કે વળાંક પર એક્સિડન્ટ થવાનું વધારે જોખમ હોય છે. થ્રી-ડી ઝીબ્રા ક્રોસિંગની વિશેષતા છે કે દૂરથી જોતાં બમ્પ જેવું જોવા મળે છે અને ઈલ્યુઝન ક્રિએટ કરે છે. જેનાથી કોઇપણ વ્હીકલ ધીમું પડે છે. અત્યાર સુધીમાં અમે અમદાવાદ-મહેસાણા હાઈવે પર આવા ૩ અને ૧ દિલ્હી-મથુરા રોડ પર થ્રી-ડી પેઈન્ટિંગ કર્યાં છે.


