અમદાવાદઃ લંડનમાં 'લંડન એડિનબર્ગ લંડન' નામથી સાઈકલ રાઈડ યોજવામાં આવે છે. રાઈડમાં દેશભરમાંથી પ્રોફેશનલ સાઈકલ રાઈડર્સનું સિલેક્શન કરાય છે. જેમાં તુષાર ત્રિવેદી અને ભાવિન સરકાર નામના બે અમદાવાદી સાઈકલ રાઈડર્સનું ઈન્ટરનેશનલ લેવલની કોમ્પિટિશન માટે સિલેક્શન થયું છે. તેઓ પહેલીવાર કોમ્પિટિશનમાં ૩૦ જુલાઈએ ભાગ લેશે. જે માટે તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ડ પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે. ઈન્ડિયામાંથી કુલ ૬૦ લોકોનું સિલેક્શન રાઈડ માટે કરાયું છે. જેમાં બરોડાના પણ બે સાઈકલિસ્ટનો સમાવેશ થાય છે.
સાઈકલિંગની પ્રેક્ટિસ
એક કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા તુષાર ત્રિવેદી કહે છે કે, અમે દરરોજ સાઈકલ રાઈડની પ્રેક્ટિસ સાથે કરીએ છીએ. દરરોજ ૫૦ કિ.મી. સાઈકલ ચલાવીએ છીએ. જ્યારે વીકએન્ડમાં ૧૦૦થી ૧૫૦ કિમી સાઈકલ ચલાવીને પ્રેક્ટિસ કરીએ છીએ. સાથે મેં પ્રેક્ટિસના ભાગરૂપે થોડા દિવસ પહેલા વડોદરાથી નેત્રંગ સુધી એક દિવસમાં ૩૦૦ કિ.મી.ના ચઢાણ વિસ્તાર પર સાઈક ચલાવી હતી.
એક વર્ષથી તૈયારી
બિઝનેસમેન ભાવિન સરકાર કહે છે કે, હું ત્રણ વર્ષથી સાઈકલ ચલાવું છું. તાજેરમાં મેં ખેડબ્રહ્માથી પાલનપુર અને ત્યાંથી ફરી ખેડબ્રહ્મા એમ કુલ ૨૦૦ કિ.મી. અંતર સાઈકલ પર કાપ્યું હતું. પહેલા પણ હું પેરીસની ઈન્ટરનેશનલ સાઈકલ રાઈડમાં ૧૨૦૦ કિ.મી. સાઈકલ ચલાવી ચૂક્યો છું. કોમ્પિટિશન માટે એક વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. કોઈ પણ સંજોગોમાં રાઈડ પૂરી કરવી છે.


