અમરેલીમાં દેશનું પ્રથમ એરોસ્પોર્ટ્સ હબ બનશે

Wednesday 14th December 2016 06:39 EST
 
 

ગાંધીનગરઃ રાજ્યના પ્રવાસન ક્ષેત્રને સરકારે ઉદ્યોગનો દરજ્જો આપ્યા પછી હવે એરોસ્પોર્ટ્સ એક્ટિવિટીને વેગ આપવાનો લક્ષ્યાંક છે. આ ક્ષેત્રે પહેલ કરતાં એકથી દોઢ વર્ષમાં અમરેલીમાં દેશનું સર્વપ્રથમ એરોસ્પોર્ટ્સ હબ ઊભું કરવાની જાહેરાત સરકારે કરી છે. ૨૦૧૬-૧૭ના બજેટમાં અમરેલીમાં એરસ્ટ્રીપ બનાવવા રૂ. ૧૧.૨૫ કરોડ અને એરોસ્પોર્ટ્સ હબ બનાવવા પ્રાથમિક ધોરણે રૂ. ૧૦ કરોડની ફાળવણી પણ કરી હતી.

પ્રવાસન વિભાગના સચિવ એસ જે હૈદરે જણાવ્યું કે, હાલ ગુજરાતમાં સાપુતારા, પાવાગઢ અને જૂનાગઢમાં પેરાગ્લાઈડિંગ સહિતની કેટલીક એરોસ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલે છે, પરંતુ અમરેલીમાં એરોસ્પોર્ટ્સ પરની જે નેશનલ ટુર્નામેન્ટ યોજાઈ તેના પગલે ક્ષેત્રના અનુભવીઓ અને નિષ્ણાતોએ અમરેલીમાં હબ બને તે માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. આવતા વર્ષે જાન્યુઆરીમાં અમરેલીમાં સ્કાયડાઈવિંગની ઈન્ટરનેશનલ કોમ્પિટિશન યોજવાનું પણ આયોજન રાજ્ય સરકાર કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter