અમદાવાદઃ ભાજપના ૩૮માં સ્થાપના દિવસે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ઉમેદવાર અમિત શાહે અમદાવાદમાં બે તબક્કે ૨૦ કિમી લાંબો રોડ શો યોજીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. સાતમીએ સવારે વેજલપુર વિધાનસભા મતક્ષેત્રના વણઝર ગામથી લોક સપંર્ક આરંભે અમિત શાહે ભાજપના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલિ અર્પીને ‘જહાં હુએ બલિદાન મુખરજી વો કશ્મીર હમારા હૈ, વો કશ્મીર હમારા હે, જો સારા કા સારા હૈ’ના સૂત્રોચ્ચાર કરાવ્યા હતા.

