બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન તેમની નવી ફિલ્મ ‘પીકુ’ના શૂટિંગ માટે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં છે. ત્રીજી ડિસેમ્બરે તેમણે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ વેળાએ ગુજરાત પ્રવાસનના વિકાસમાં પ્રશંસનીય સહયોગ બદલ બચ્ચનનું પ્રશસ્તિપત્ર આપીને રાજ્ય સરકાર દ્વારા સન્માન કરાયું હતું.