અમદાવાદ: શહેરના કામા કમર્શિયલ સેન્ટરમાં ગેરકાયદે કોલ સેન્ટરની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચે ત્રીજીએ કોલસેન્ટર પર દરોડો પાડીને ચાર જણાની ધરપકડ કરી છે. કોલસેન્ટરથી યુએસના નાગરિકોને ઇન્શ્યોરન્સના નામે લોભામણી લાલચ આપી વેરીફીકેશન ફી, ઇન્સ્યોરન્સ ફી અને ચેક ડિપોઝીટના નામે આઈટ્યુન્સના સ્વરૂપે અને સ્ટીમકાર્ડ અથવા મનીગ્રામ મારફતે તેઓ નાણાની છેતરપિંડી થતી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ અંગે જણાવ્યું કે, બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રીજીએ વહેલી સવારે કામા કમર્શિયલ સેન્ટરના બીજા માળે મેજીક જેકનો ઉપયોગ કરી કોલ કરીને અમેરિકન નાગરિકોને ઇન્સ્યોરન્સના નામે છેતરપિંડી કરતા અબ્દુલ લતીફ શેખ, ડેનીભાઈ બાલોટીયા, સુનિલ કુમાવત અને આકાશ કનોજીયાની ધરપકડ કરી હતી.


