અમેરિકા લઈ જવાની કબૂતરબાજીમાં સંડોવાયેલા ભાવિન પટેલની ધરપકડ

Friday 14th December 2018 07:36 EST
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં નાણા કમાવા માટે માનવ તસ્કરી કરવાના આરોપસર ૩૮ વર્ષના એક ભારતીયની ૧૧મીએ ધરપકડ કરાઈ હતી. એવું ન્યાય વિભાગે કહ્યું હતું. ભાવિન પટેલ પર કબૂતરબાજી કરી ખાનગી એરલાઈન્સ મારફતે વિદેશીઓને અમેરિકામાં ઘુસાડવા અને તેમને ગેરકાયદે રાખવાનો કેસ કરાયો હતો. એમ ન્યૂ જર્સીના એટર્ની ક્રેગ કારપેન્ટિનોએ કહ્યું હતું.

સાતમી ડિસેમ્બરે લિબર્ટી ઈન્ટરનેશનલ એર પોર્ટ પર ઈન્ટરનેશનલ યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સના એક એજન્ટના હાથે પકડાયેલા ભાવિન પટેલ સામેના આરોપો સાબિત થશે તો તેને દસ વર્ષ સુધીની સજા થઈ શકે છે. કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં હોમલેન્ડ સિક્યુરિટી ઈન્વેસ્ટિગેશને કહ્યું હતું કે અમારા એક અધિકારીએ ઓક્ટોબર-૧૩માં પોતાની જાતને દાણચોર તરીકે બતાવી ભાવિન પટેલ સાથે બેંગકોગમાં મુલાકાતનો દોર શરૂ કર્યો હતો.

એ પછી ભાવિન વિરુદ્ધ પુરાવા મળતા ગયા હતા અને તેની ધરપકડ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter