ચીખલીઃ સાદકપોર ગામના ખેડૂતપુત્ર અને અમેરિકાની યુવતી વચ્ચે ફેસબુક ચેટથી પ્રેમ પાંગર્યો અને તાજેતરમાં બંનેના લગ્ન પણ થયા. સાદકપોર રહેતા આકાશ મહેશભાઇ પટેલનો આઠ મહિના અગાઉ ફેસબુકમાં અમેરિકામાં આવેલા બોસ્ટર્નની યુવતી જેસિકા સાથે સંપર્ક થયો હતો. ધો. ૧૨ સુધી ભણેલા આકાશ અને જેસિકા વચ્ચે હાય - હેલોથી ચેટિંગની શરૂઆત થઈ હતી. એ પછીથી બંને વચ્ચે અંગત વાતો થવા લાગી. ધીરે ધીરે બંનેને પ્રેમ થયો. આખરે બોસ્ટર્નનાં શહેરમાં બેંક કેશિયર તરીકે કામ કરતી ૨૪ વર્ષીય જેસિકા પ્રેમીને મળવા સાદકપોર આવી. બંનેએ ચીખલીમાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું. છઠ્ઠીએ ચીખલીનાં દિનકર ભવનમાં આર્યસમાજ વિધિથી બંનેએ લગ્ન કર્યાં. આ શુભ પ્રસંગે ગામના આગેવાનો તથા આકાશનાં સ્નેહીજનો હાજર રહ્યાં હતાં. જોકે જેસિકા પરિવારમાંથી કોઇ હાજર હતું નહીં, પણ ગામજનોએ અમેરિકાની કન્યા અને સાદકપોરના વરની
નવી જિંદગી માટે શુભકામના આપી હતી.


