વોશિંગ્ટનઃ ભારત ખાતેના કોલસેન્ટર્સ દ્વારા અમેરિકામાં થયેલા ટેલિફોન અને મની લોન્ડરિંગ કૌભાંડમાં સંડોવણીના આક્ષેપ બદલ બે ગુજરાતી દોષિત ઠર્યા છે.
એરિઝોનાના ભાવેશ પટેલ અને ઇલીનોઈના અમિતા પટેલ (૩૪) મની લોન્ડરિંગ અને છેતરપિંડી કર્યા બદલ દોષિત ઠર્યા છે. તેમને કઈ તારીખે સજા સંભાળવવામાં આવશે તેની તારીખ હજી નક્કી થઈ નથી. આ કેસમાં કુલ ૧૧ વ્યક્તિ દોષિત ઠર્યા છે.
અગાઉ આ કેસમાં સહઆરોપી ભરતકુમાર પટેલ, અશ્વિનભાઈ ચૌધરી, હર્ષ પટેલ, નીલમ પરીખ, હાર્દિક પટેલ, રાજુ આઈ. પટેલ, વિરાજ પટેલ, દિલીપકુમાર એ. પટેલ અને ફહાદ એપ્રિલ અને જૂન વચ્ચે દોષિત ઠરી ચૂક્યા છે. ભાવેશ અને અમિતા સહિતના આરોપીઓએ તે વાતની કબૂલાત કરી છે કે ડેટા બ્રોકર્સ કે અન્ય સ્રોતો પાસેથી મેળવેલા ડેટા બ્રોકર્સ કે અન્ય સ્રોતો પાસેથી મેળવેલા ડેટાનો ઉપયોગ કરીને તેઓ અમદાવાદ ખાતે આવેલા કોલસેન્ટર્સમાંથી આઈઆરએસ કે પછી અમેરિકી સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસના અધિકારી વાત કરીને છેતરપિંડી કરતા હતા.

