અમદાવાદઃ રથયાત્રાના દિવસે નવા વાહનો સહિત નવી વસ્તુઓની ખરીદવાની માન્યતા છે. ચાલુ વર્ષે પણ આ દિવસે વાહનોની ધૂમ ખરીદી થઈ હતી. રથયાત્રાના દિવસે કુલ રૂ. ૧૫૮ કરોડથી વધુ કિંમતના નવા ટુ વ્હીલર અને કારનું વેચાણ થયું હતું. વહેલી સવારથી મુહૂર્ત હોવાથી વિવિધ શો રૂમમાં ખરીદી માટે ભીડ હતી. ડીલરોએ કહ્યું કે, અમદાવાદમાં રથયાત્રાના દિવસે અંદાજે ૪૦૦૦ જેટલા નવા ટુ વ્હીલરનું વેચાયા હતા. બાઇકની એવરેજ કિંમત રૂ. ૬૫ હજાર ગણીએ તો અંદાજે રૂ. ૨૬ કરોડના ટુ વ્હીલર વાહનો વેચાયા હોવાનું મનાય છે. અંદાજે ૨૨૦૦ જેટલી કાર વેચાઈ હતી.

