અહેમદ પટેલને રાજ્યસભા ચૂંટણી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં રાહત

Friday 13th July 2018 10:13 EDT
 
 

નવી દિલ્હીઃ રાજ્યસભાની ચૂંટણીમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલને મળેલી જીતને પડકારતી અરજી પર સુનાવણી કરી રહેલી ગુજરાત હાઈ કોર્ટને આગળની કાર્યવાહી નહીં કરવા સુપ્રીમ કોર્ટે નવમીએ આદેશ કર્યો હતો અને ભાજપના નેતા તરફથી જવાબ માગ્યો હતો.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની બેંચે જોકે પટેલની જીતને પડકારનાર બળવંત સિંહ રાજપૂતની અરજી માટે ચાર સપ્તાહ પછી સુનાવણી રાખી હતી અને બંને પક્ષોને તેમના જવાબ ફાઈલ કર્યા પછી તેમની દલીલો પૂરી કરવા અને દરમિયાન જવાબ અને એફિડેવિટ રજૂ કરવા સૂચવ્યું હતું.
પટેલે સ્પષ્ટતા કરી હતી કે તેમના હરીફ ભાજપના રાજપૂત દ્વારા ગુજરાત હાઈ કોર્ટે કરવામાં આવેલી અરજી દાખલ
કરવા પાત્ર નથી અને એટલા માટે જ તેને ફગાવી દેવી જોઈએ. અહેમદ પટેલે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા બળવંત સિંહ રાજપૂતને રાજ્યસભાની ચૂંટણીમાં હાર આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter