અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી રિટમાં બળદેવજી ઠાકોરની જુબાનીમાં અહેમદ પટેલ તરફે ધારાસભ્યના ઇન્ટરવ્યૂ રેકોર્ડિંગની સીડી રેકોર્ડ પર લેવા અરજી કરી હતી. અગાઉ પણ અહેમદ પટેલની આવી માગ બે વખત ફગાવાઈ હતી. જોકે સતત ત્રીજી વખત આ પ્રકારની અરજી કરવામાં આવતા તાજેતરમાં હાઇ કોર્ટે તેમને રૂ. ૫૦૦૦નો દંડ ફટકારી તેમની અરજી ફગાવી દીધી હતી.

