આઈએએસ ડો. નટરાજનનું IMFમાં પોસ્ટિંગ

Wednesday 24th July 2019 07:01 EDT
 

ગાંધીનગર: ગુજરાતના ૧૯૯૬ બેચના સચિવ અધિકારી ડો. ટી. નટરાજનની વોશિંગ્ટન ડીસીમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સિનિયર એડવઇઝર તરીકે નિમણૂક થઈ છે. તેઓ હોદ્દો સંભાળશે ત્યારથી માંડીને ત્રણ વર્ષ સુધી આ પોસ્ટ પર રહેશે. તેઓ લગભગ ઓગસ્ટ માસમાં વોશિંગ્ટન ડીસીમાં નવી જગ્યા સંભાળશે. ગુજરાત સરકારના અભિપ્રાય બાદ કેન્દ્રની મોદી સરકાર દ્વારા આ નિયુક્તિ થઈ છે. ડો. ટી. નટરાજન છેલ્લા ત્રણેક વર્ષથી ગુજરાત સરાકરની કંપની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.માં છે. અગાઉ તેઓ જોઇન્ટ એમ.ડી. હતા. અત્યારે ત્યાં તેઓ જુલાઈ ૧૮થી મેનેજિંગ ડિરેકટર પદે છે. માઇનિંગ એન્જિનિયરીંગમાં બી.ઈ. અને ફાઇનાન્સ તથા માર્કેટિંગમાં એમબીએ સાથે પીએચડીની પદવી ધરાવતા ડો. ટી. નટરાજનનું દેશ બહારનું આ પહેલું પોસ્ટિંગ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter