અમદાવાદઃ ISના આતંકી ભાઈઓ વસીમ અને નઈમ રામોડિયાની નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમે સ્પેશયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અમદાવાદની સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટના આઠ મુખ્ય પાના સાથે હજારોની સંખ્યામાં દસ્તાવેજો રજૂ કર્યા એનઆઈએ રજૂ કર્યાં છે.
ફેબ્રુઆરીના અંતમાં રાજકોટ અને ભાવનગરમાંથી વસીમ આરીફભાઇ રામોડિયા અને નઇમ આસિફ રામોડિયાની ધરપકડ કરી હતી. બંનેનો યાત્રાધામ ચોટીલા મંદિરને ઉડાડી દેવાની સાથે સ્લીપર સેલની મદદથી સૌરાષ્ટ્રમાં મોટાપાયે બોમ્બ બ્લાસ્ટનો પ્લાન હતો. ઉપરાંત દોઢ વર્ષ પછી બંને સગાભાઈ ISના ટ્વિટર એકાઉન્ટને સતત ફોલો કરતા હતા એટીએસ દ્વારા બંને ત્રાસવાદીઓ પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી, કેટલાક આઇડી પ્રૂફ, ૫૮ ગ્રામ ગન પાઉડર, ૧૦ સૂતળી બોમ્બ, ડાબિક મેગેઝિનનું ઉશ્કેરણી જનક સાહિત્ય, જેહાદ માટેનું સાહિત્ય, ૧૨૭ મુફ્તી અબ્દુશ સમી કાસમીના ભાષણોની પીડીએફ ફાઇલો, મોબાઇલ ફોન, લેપટોપ, પેનડ્રાઇવ, ચહેરાના માસ્ક, એક કુહાડી અને એક છરી મળી આવી હતી.


