આચારસંહિતાના અમલ બાદ રાજ્યમાંથી રૂ. ૫૨૪ કરોડનું ડ્રગ્સ પકડાયું

Wednesday 24th April 2019 07:36 EDT
 

અમદાવાદ: ૧૦ માર્ચે ચૂંટણી જાહેર થયા બાદ ૨૧ એપ્રિલે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયો ત્યાં સુધીમાં ગુજરાતમાંથી કુલ રૂ. ૫૪૪.૯૪ કરોડની બિનહિસાબી રોકડ પ્રતિબંધિત સામગી ઝડપાઈ છે. આ સમયગાળામાં જે રાજ્યમાંથી સૌથી વધુ પ્રતિબંધિત સામગ્રી-બિનહિસાબી રોકડ ઝડપાઈ હોય તેવા રાજ્યોમાં તમિલનાડુ બાદ ગુજરાત બીજા સ્થાને છે.
ગુજરાતમાં આચારસંહિતા લાગુ થઈ ત્યારથી અત્યાર સુધી દરરોજની સરેરાશ રૂ. ૧૩ કરોડની પ્રતિબંધિત સામગ્રી-બિનહિસાબ રોકડ ઝડપાઈ છે. કેન્દ્રિય ચૂંટણીપંચ દ્વારા જારી કરાયેલી વિગતો અનુસાર ગુજરાતમાંથી કુલ રૂ. ૭.૫૯ કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરાઈ છે. જોકે, બિનહિસાબી રોકડ જપ્ત થવામાં તામિલનાડુ મોખરે છે. જ્યાં કુલ રૂ. ૨૧૩.૧૮ કરોડની બિનહિસાબી રોકડ ઝડપાઈ છે. ગુજરાતમાંથી ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે રૂ. ૨.૧૮ કરોડની બિનહિસાબી રોકડ ઝડપાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter