અમદાવાદઃ ૭૦ વર્ષનો દીક્ષા પર્યાય ધરાવતા ૮૪ વર્ષીય જૈનાચાર્ય જયઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબ ૧૩મી નવેમ્બરે કાળધર્મ પામ્યા હતા. તેમની પાલખી યાત્રા બીજા દિવસે પાાલડી- ઓપેરા જૈન સંઘની ઉપશ્રયથી લબ્ધિનિધાન જૈન સંઘ, પાર્શ્વ લકઝુરિયા ફલેટથી આંબલી પહોંચ્યા બાદ સાંજે ૪.૦૯ મિનિટે તેમને અગ્નિદાહ અપાયો હતો. ગચ્છાધિપતિ ભગંવતના અગ્નિદાહની બોલી રૂ. ૪ કરોડ ૫૧ લાખ બોલાઇ હતી. માતૃશ્રી શાંતાબહેન અદાણી, વસંતભાઇ અદાણી પરિવાર, મંજુલાબહેન રમણભાઇ શાહ (ચાણસ્માવાળા પરિવાર), ધાત્રિકાબહેન કલ્પેશભાઇ વી. શાહ પરિવાર અને દીપકભાઇએ (બારડોલીવાળા પરિવાર) અંતિમદાહનો લાભ લીધો હતો. જીવદયા, ગચ્છાધિપતિ ભગવંતના અંતિમ સંસ્કાર અને વિવિધ બોલીની કુલ અંદાજિત રૂ. ૧૦ કરોડ થઈ હતી. આ રકમનો ઉપયોગ અંતિમ સંસ્કાર સ્થળે ‘સ્મૃતિ મંદિર’ના નિર્માણ તથા જીવદયા નિમિત્તે પાંજરાપોળોમાં દાન પેટે પણ કરાશે. ઉલ્લેખનીય છે કે ૧૪ કિ.મી લાંબી પાલખી યાત્રાના ૨૫,૦૦૦ કરતાં વધુ ગુરુભક્તો, યુવાનોએ દર્શન કર્યાં હતાં.


