આજ હમારે પાસ હકૂમત હૈ, તુમ્હારે પાસ ક્યા હૈ?

Wednesday 13th May 2015 06:35 EDT
 
 

અક્ષરધામ મંદિરમાં ત્રાસવાદી હુમલાના કેસમાં સુપ્રીમ કોર્ટે ૧૧ વર્ષ બાદ નિર્દોષ છોડેલા મુફ્તી અબ્દુલ ક્યુમે અનુભવોનું પુસ્તક ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’નું ગયા સપ્તાહે દિલ્હીમાં વિમોચન કર્યું છે. મુફ્તી લખે છે કે, યે કિતાબ ઝુલ્મ ઔર હેવાનિયત કી લંબી દાસ્તાં હૈ જો મૈંને યહાં બયાન કી હૈ...
મુફતી સામે શું કેસ હતો?
ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ઉપર ૨૪મી સપ્ટેમ્બર ૨૦૦૨માં થયેલા હુમલામાં ૩૩ લોકોના મોત નીપજ્યાં હતાં અને ૮૬ને ઈજા થઇ હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને દરિયાપુરમાંથી મુફતી અબ્દુલ કૈયુમ મન્સુરી સહિત છ આરોપીઓની ‘પોટા’ ધારા હેઠળ ધરપકડ કરી કેસ મૂક્યો હતો. કેસ ચાલી જતાં વિશેષ કોર્ટે પહેલી જુલાઈ, ૨૦૦૮ના રોજ ત્રણ આરોપીને ફાંસીની સજા ફટકારી અને અન્ય ત્રણને જુદી જુદી સજા કરી હતી. જેની સામે આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ હતી, જે અપીલ ચાલી જતા જસ્ટિસ પટનાયકની ખંડપીઠે તમામ આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકયા હતા. સરકારે રિવ્યૂ પિટિશન કરી હતી, પરંતુ તે ફગાવી દેવાઇ હતી.
પુસ્તક નહીં, પણ દિલનો અહેસાસ
મુફ્તી કહે છે કે આ મારા એકલાની વાત નથી, પણ ખોટા કેસમાં પોલીસ દ્વારા ફસાવી દેવાયેલા લોકોની દાસ્તાન છે કે જેઓ સલાખોની પાછળ સડી રહ્યા છે. આ પુસ્તક નથી, પણ દિલનો અહેસાસ છે. આ પુસ્તક દ્વારા હું મારા નિર્દોષ હોવાની બાબતે લોકોની હમદર્દી હાંસલ કરવા નથી માગતો પરંતુ લોકોને ઝુલ્મથી બચાવાવ માગુ છું.
ભારે ચર્ચાસ્પદ બનેલા પુસ્તકના અંશોઃ
વણઝારાએ દંડા પાર્ટીનો ઓર્ડર કર્યો...
મુફ્તીને ક્રાઇમ બ્રાંચે ફોન કરીને અમદાવાદ બોલાવ્યો હતો. બાદમાં તેને ક્રાઇમ બ્રાંચ લઇ જવાયો જ્યાં તેની આંખે પટ્ટી બાંધી તેને જી. એલ. સિંઘલ સામે પ્રસ્તુત કરાયો. બાદમાં તેને ડી. જી. વણઝારાના કદમોમાં બેસાડવામાં આવ્યો. વણઝારાએ તેને એક-બે પ્રશ્ન પુછીને તરત દંડા પાર્ટીને બોલાવવાનો ઓર્ડર કર્યો. દંડા પાર્ટી એવા ઓફિસરોનું દળ હતું કે જે મુફતી પર તૂટી પડયું. દંડાનો માર ચાલતો હતો તે વખતનું વર્ણન કરતાં મુફતી લખે છે કે, વણઝારાસાહબ નિહાયત ગંદી ગાલિયા બક કર કહેતે થે કે, દેખ આજ હમારે પાસ હકૂમત હૈ, પાવર હૈ, સબ કુછ હૈ, તુમ્હારે પાસ ક્યા હૈ ?... (વાંધાજનક હોવાથી સંપાદિત)
બતા હમ્લા કિસને કરવાયા થા...
મુફ્તી ક્રાઇમ બ્રાંચમાં તેની રિમાન્ડ બાબતે લખે છે કે વી. ડી. વનાર જેટલો ઘાતકી ઓફિસર મેં કોઇ જોયો નથી તે મારી પર તૂટી પડયો મને ખૂબ માર્યો. મારતા મારતાં તે થાકી ગયો ત્યાર બાદ વણઝારાએ મને પૂછયું કે, બતા અક્ષરધામ મંદિર પર હમ્લા કિસને કરવાયા થા? ઉસ વક્ત મેરે પૈરોં તલે સે ઝમીન સરક ગઇ ઔર કલેજા મુંહ કો આ ગયા. મૈંને ચિલ્લા કર કહા કી, ખુદા કી કસમ મેં બેકસૂર હું. મૈં ઇસ મામલેમેં કુછ નહીં જાનતા. વણઝારાને ફિર વનાર સે કહા મારો ઇસે. તબ વણઝારા કી નજર મેરે પૈરો પર પડી તો કહેને લગા, મોટા તાઝા હૈ, ભૈંસ જૈસે પેર હૈ, ઇસકે પૈરોં પર ડંડે બરસાઓ. આખીરકાર મેં બેહોશ હો ગયા.
ચાલીસ દિવસ ક્રાઇમ બ્રાંચમાં...
મુફ્તીને ચાલીસ દિવસ આમ જ ક્રાઇમ બ્રાંચમાં રખાયો હતો. રોજના જુલમથી તે થાકી ગયો હતો. વણઝારા અને સીંઘલની ઓફિસની બેલ સાંભળીને આ લોકો ડઘાઇ જતા હતા. મુફ્તીની સાથે અન્ય લોકો પણ હતા. છેવટે મુફ્તીએ હથિયાર હેઠાં મૂકીને કહ્યું કે, ઠીક હૈ સાહબ, આપ જો કહે મેં માનને કે લિયે તૈયાર હું. બસ ત્યારથી જુલમ બંધ થઇ ગયો અને મનઘડત સ્ટોરી માટે અમને લોકોને વાતચીત કરવાનું કહેવાયું અને આખા ષડયંત્રમાં કોણે શું કર્યું તેની વાત અને તેમાં અમે ભજવેલા રોલ વિશે સ્ટોરી ઘડવા અમને જ વાતચીતનો મોકો અપાયો. આ લોકોએ ષડયંત્રમાં અમને રોલ પસંદ કરવાની છુટ પણ આપી. કેટલાકને તો ત્રણ કેસમાંથી કોઇ પણ એકને પસંદ કરવાની પણ છૂટ અપાઇ.
યે સ્ટોરી થોડી જમ રહી થી....
છેવટે એક સ્ટોરી તૈયાર કરવામાં આવી. જે વિશે મુફ્તી લખે છે કે, યે સ્ટોરી થોડી જમ રહી થી. લેકિન ઉસમેં ભી કહાની કે તસલસુલ કે લીયે કુછ કડીયા ખૂટ રહી થી. મસલન કી... ૧) ફિદાઇન કે નામ ઓર પતે ક્યા થે? ૨) ફિદાઇન કે પાસ સે જો દો ઉર્દુ ખત બરામત હુએ થે વોહ કિસને લીખે થે? ૩) હથિયાર કહાંસે આયે ઔર કૌન લાયા? ૪) સાઝિશ ઔર મશ્વરેમેં કૌંન શામિલ થા? યે સારે સવાલો કે જવાબ મુઝે દેને થે ઔર સારી ઝિમ્મેદારી મુઝે અપની ગરદન પર લેની થી, ચુંકી મેરી ગરદન ઇસ લાયક થી.
હથિયાર કહાં સે આયે?
ફિદાઇન આતંકવાદીઓ આ હથિયારો ક્યાંથી લાવ્યા તે મોટો પ્રશ્ન હતો. મુફ્તી લખે છે કે, ક્રાઇમ બ્રાંચકી ઇસ સ્ટોરી મેં અભી ભી એક બાત રહ જાતી થી કે હથિયાર કહાં સે આયે ઔર કૌન લાયા ઔર અક્ષરધામ મંદિર તક કૈસે લેકર ગયે? શુરૂમેં યે બાત આઇ થી કે બવાહીર હોલ કી ઓફિસમેં એક બિસ્તર મેં પેક કર કે અક્ષરધામ તક લે ગયે થે, લેકિન હથિયાર કૈસે આયે ઔર કૌન લાયા યે તય નહીં હો રહા થા. પેકિંગ કા મસલા તો બાદમેં આતા હૈ. ઇસ લિયે તીન-ચાર રોઝ કી મહેનત કે બાદ ઇસ્મે ક્રાઇમ બ્રાંચ કે બહોત સે કાગઝ ભી બીગડે. આખિર યે તય હુવા કે હથિયાર ફિદાઇન અપને સાથ અપને તરીકે સે લાયે થે. ઉસ સિલસિલેમેં હમે કોઇ ઇલ્મ નહીં.
ચિઠ્ઠીયા કી કોપી કર દે
હવે ફિદાઇન પાસેથી મળેલી ચિઠ્ઠીઓ આ મુફતીએ લખી હોવાની વાત આવી. મુફ્તીએ માર સહન ના થતાં તે પણ પોતે લખી હોવાનું માની લીધું. હવે તે આગળ લખે છે કે, ‘મેં ક્યા કરતા? આખિર મૈંને કબુલ કર લીયા કે હાં, ચિઠ્ઠિયાં મૈંને લીખી થી. મારપીટ કે સાથ મુઝે કહા ગયા કી યે ચિઠ્ઠિયાં કી મુઝે કોપી કર દે. પછી ત્રણ-ચાર રાત સુધી મુફતી પાસે ફિદાઇનોએ લખેલા કાગળની નકલ કરાઈ. તેના જેવા અક્ષર, મરોડ અને લંબાઇનું ધ્યાન રખાયું. રોજ સવારે ઉર્દુનો જાણકાર પાસે આ કાગળોને તપાસી પણ લેવાતા હતા.
મેં મજબૂર થા...
મુફ્તી લખે છે કે વણઝારા કરતા સિંઘલ થોડા સારા હતા. તે લખે છે કે, રાતમેં મુઝે સિંઘલને બુલાયા ઔર કહા, દેખ હમને તુઝે અક્ષરધામ કેસમેં ગિરફ્તાર કિયા હૈ ઔર કલ તુઝે કોર્ટમેં પેશ કરેંગે. મૈંને રોતે હુએ કહા સાબ આપને મુઝે ઇતને બડે કેસમેં ફંસા દિયા? વો કહેને લગે કે, મૈં મજબૂર થા, મુઝ પર ઉપરસે દબાવ થા. લેકિન તું ફિક્ર મત કર. મેં તેરે ઘરકી ઝરૂરિયાતો કા ખ્યાલ રખુંગા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter