ગાંધીનગર: ૧૦ નગરપાલિકા અને એક મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાચૂંટણીના મંગળવારે સવારે પરિણામો જાહેર થયા હતા. ૧૦ પાલિકાઓની ૧૧ બેઠકોમાંથી ૯ બેઠકો અને રાજકોટ મ્યુ. કોર્પોરેશનની એક એમ કુલ ૧૨માંથી ૧૦ બેઠકો ઉપર ભાજપને વિજય મળ્યો છે જ્યારે કોંગ્રેસને માત્ર બે જ બેઠકો મળી છે. ગત વર્ષ ૩૧મી ડિસેમ્બરે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ ૮ પાલિકાઓની ૯ બેઠકો પર ભાજપે ૯, કોંગ્રેસના ૭, અપક્ષ ૭ અને અન્ય પક્ષના ૨ એમ કુલ મળી ૨૫ ઉમેદવારો હરીફાઈમાં હતા. જેમાં ધ્રાંગધ્રા અને વડનગરમાં તો મતદાન પહેલા જ ભાજપના ઉમેદવારો બિનહરિફ વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે સૂત્રાપાડામાં બે બેઠક જયારે ગાંધીધામ, નડિયાદ, ઠાસરા અને સિદ્ધપુર એમ ચાર પાલિકામાં એક-એક બેઠક ભાજપે કબજે કરી હતી.

