અમદાવાદઃ કોરોનાને કારણે આઠ વિધાનસભાની પેટા-ચૂંટણીઓ મોકૂફ રાખવા કરાયેલી જાહેર હિતની અરજી હાઇ કોર્ટ ફગાવી દીધી છે. કોર્ટે એવું અવલોકન કર્યું છે કે, ચૂંટણીની તારીખો નક્કી કરતું જાહેરનામું હજુ સુધી બહાર નથી પડ્યું. આથી અરજી પ્રિમેચ્ચોર છે. રાધનપુરના સમાજસેવક ફરસુ ગોકલાણીએ હાઇ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરાઇ હતી કે, કોરોનાના કહેર વધી ગયો છે. આ સંજોગોમાં ૮ તાલુકામાં પેટા-ચૂંટણી યોજાવાની છે, જે મોકૂફ રાખવી જોઇએ. હજારો મતદાતા ભેગા થશે તો સંક્રમણ વધી જશે. સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાશે નહી. આવા સંજોગોમાં ચૂંટણી યોજી શકાય નહીં. એક તરફ કેન્દ્ર સરકારે ગાઇડગાઇનમાં રાજકીય, સામાજિક રેલીઓ યોજવા સામે પણ પ્રતિબંધ મૂક્યો છે. તો
બીજી તરફ સરકાર ચૂંટણી યોજી શકે નહીં.