અમદાવાદઃ વર્ષ ૨૦૦૨માં ગોધરામાં ટ્રેન સળગાવવાનો બનાવ બન્યા પછી તોફાની ટોળા દ્વારા આણંદના હોટલ સળગાવવાના કેસમાં શંભુ પટેલ, સુનિલ પટેલ, વસંત ત્રિવેદી સહિત ૧૬ આરોપીઓ સામે હાઇ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી. આ અંગેનો કેસ ૨૦૦૬માં આણંદ સ્થાનિક કોર્ટમાં ચાલતાં કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. નીચલી કોર્ટના હુકમ સામે ભોગ બનનાર લોકોએ હાઇ કોર્ટમાં અપીલ કરી હતી. આ કેસ ચાલી જતાં હાઇ કોર્ટે સાક્ષીઓના વિરોધાભાસી નિવેદનોને ધ્યાનમાં લઈને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા અને નીચલી કોર્ટના હુકમને બહાલી આપી હતી.

