અમદાવાદઃ ધારીના ધારાસભ્ય નલિન કોટડિયા વિરુદ્ધ થયેલા ખંડણી કેસ બાબતે કોટડિયા ૧૨મી ઓગસ્ટે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા. તેઓની સાથે પાટીદાર અનામ આંદોલન સમિતિના આગેવાનો પણ જોડાયા હતા. સીબીઆઈને નિવેદન આપ્યા પછી પત્રકારો સાથેની વાતચીતમાં કોટડિયાએ કહ્યું કે, પૂર્વમુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના ઇશારે જ બિલ્ડર દ્વારા મારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. મધુભાઈ મારા પાટીદાર સમાજ પર અપશબ્દ બોલ્યા હતા એટલે હું ઉશ્કેરાઈ ગયો હતો અને લૂંટનો આક્ષેપ પણ ખોટો છે. જોકે અમને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે અને અમને ન્યાય મળશે.


