આપણી ગુરુકુળ પરંપરા ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્યને જોડતી કડીઃ વડા પ્રધાન

Friday 25th March 2022 06:21 EDT
 
 

અમદાવાદઃ ‘સબકા સાથ - સબકા વિકાસ - સબકા વિશ્વાસ’ સૂત્રના મૂળમાં પૂજ્ય શાસ્ત્રીજી સ્વામી ધર્મજીવનદાસજીનો વિચાર રહેલો છે. આપણી ગુરુકુળ પરંપરા ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્યને જોડતી કડી છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ સ્વદેશીનો વિચાર અપનાવી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્તવની ભૂમિકા ભજવી શકે તેમ છે. સ્વચ્છ ભારતના નિર્માણમાં સત્સંગીઓની સામૂહિક શક્તિ ઘણી ઉપયોગી થઈ પડે તેમ છે એમ અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે સ્થિત SGVP ગુરુકૂળ ખાતે સ્વામી માધવપ્રિયદાસજી લિખિત ‘ધર્મજીવન ગાથા ગ્રંથ’ના વિમોચન પ્રસંગે વિશાળ જનમેદનીને વર્ચ્યુઅલી સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
આ અવસરે સ્વામી માધવપ્રિયદાસજીના હસ્તે લિખિત ગ્રંથની પ્રથમ નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુરુકૂળ પરંપરાને પુનઃ પ્રસ્થાપિત કરી આપણે ‘શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરી શકીએ તેમ છીએ. ઉપરાંત તેમણે સમાજને વ્યસનમુક્ત બનાવવામાં સ્વામિનારાયણ સંપ્રદાયએ ભજવેલી ભૂમિકાની સરાહના કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter