આમિર ખાને વચન નિભાવતાં વિદ્યાર્થિનીને રૂ. ૮૦૦૦૦ મોકલ્યા

Wednesday 07th June 2017 07:33 EDT
 
 

અમદાવાદઃ આમિર ખાને 'સત્યમેવ જયતે' શોની પ્રથમ સિઝનમાં પુત્ર માટે સાસરિયા દ્વારા વારંવાર કરાતા ગર્ભપાતનો ભોગ બનેલી અમદાવાદી અમિષા યાજ્ઞિકને તેની પુત્રીનો આજીવન શિક્ષણ ખર્ચ ઉપાડવાનું વચન આપ્યું હતું. દર વર્ષે અમિષાને રૂ. ૪૦૦૦૦ આમિરના ટ્રસ્ટ તરફથી મોકલવામાં આવતા હતા. અમિષાની દીકરી કામ્યા 'દિવ્યપથ સ્કૂલ'માં ભણે છે. કામ્યા ધોરણ ૮માં આવી છે અને તેનો શિક્ષણ ખર્ચ વધ્યો છે એવી જાણ અમિષાએ આમિરને કરતાં આમિરે વિના કોઈ સવાલ કરે રૂ. ૮૦ હજાર અભ્યાસ માટે મોકલાવ્યા છે.
વર્ષ ૨૦૧૨માં ‘સત્યમેવ જયતે’ના પ્રથમ એપિસોડમાં અમિષા યાજ્ઞિકની કહાની ટીવી પર આવી હતી. અમિષાના પતિએ પુત્રની ઘેલછામાં તેનાં ૬ ગર્ભપાત કરાવ્યા હતા. અંતે અમિષા દીકરીને લઇ પિયર રહેવા આવી ગઈ હતી અને કાનૂની લડાઇ આપી હતી.
તે સમયે આમિરે કામ્યાનો ભણાવવાનો ખર્ચ ઉપાડવા બાંયધરી
આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter