અમદાવાદઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના કુલપતિ તરીકે ભાજપના મીડિયા સેલના પ્રદેશ કન્વીનર ડો. હર્ષદ પટેલની નિમણૂક કરાઈ છે. એમ. જી. સાયન્સના અધ્યાપક ડો. શશિરંજન યાદવનો કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂરા થયા બાદ રાજ્ય સરકારે ડો. હર્ષદ પટેલની નિમણૂકની જાહેરાત સાતમીએ કરી છે.

